અજય દેવગન પર અમિતાભ બચ્ચને કોમેન્ટ કરી

અજય દેવગને પણ અમિતાભ બચ્ચનને પોતાની પ્રતિક્રીયા આપી

0
742

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફેન્સ અને ફોલોઅર્સ આ વાત સારી રીતે જાણે છે. બિગ બી પોતાની વાત ફેન્સ સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવાનું ક્યારેય ચૂકતા નથી, જ્યારે તેમની સેન્સ ઑફ હ્યુમરની પણ ઘણી ચર્ચા થાય છે. હાલમાં જ ટિ્‌વટર પર અમિતાભ બચ્ચને ‘રનવે ૩૪’ના કો-સ્ટાર અજય દેવગનને એક ફોટો સાથે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે અજય દેવગન પણ જવાબ આપવામાં પાછળ ન રહ્યો. તેણે ફોટો સાથે અમિતાભ બચ્ચન પર પોતાનો બદલો પણ લીધો હતો. તો, બંનેની પોસ્ટ જાેઈને, અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. ઘણા યુઝર્સ અમિતાભ બચ્ચનની પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વાસ્તવમાં, શનિવારે, અમિતાભ બચ્ચને રનવે ૩૪ કો-સ્ટાર અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’નો ફોટો શેર કર્યો હતો, જેમાં તે બે બાઈક વચ્ચે સંતુલન કરતો જાેવા મળે છે. ફોટો શેર કરતાં અમિતાભ બચ્ચને કેપ્શનમાં અજયને ‘નિયમો તોડવા’ માટે ચીડાવ્યો હતો.

તેમણે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું- ‘સર જી તેમનો રેકોર્ડ જ નિયમો તોડવાનો છે. અજય દેવગનને રંગે હાથે દોષી જાહેર કરવામાં આવ્યો છે. હવે શું જવાબ આપશો? ઈંઇેહુટ્ઠઅ૩૪.’ અજય દેવગણે પણ અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર ખૂબ જ શાનદાર પ્રતિક્રિયા આપી છે. તેણે અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ‘શોલે’નો તેમનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ધર્મેન્દ્ર સાથે જાેવા મળી રહ્યો છે. આ ફોટો તેમના ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’નો છે જેમાં અમિતાભ બચ્ચન બાઇક ચલાવતા જાેવા મળે છે અને ધર્મેન્દ્ર બાઇક પર તેમની પાછળ ઉભા રહી હાર્મોનિકા વગાડી રહ્યા છે.

ફોટો શેર કરતા અજય દેવગને લખ્યું- ‘સર, તમે આ કહી રહ્યા છો.’ ટિ્‌વટર પર બંને વચ્ચે ચાલી રહેલી આ વાતચીતથી અમિતાભ બચ્ચનના પુત્ર અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ હસી પડ્યા. અભિષેક બચ્ચન લખે છે- ‘હાહાહા… આ જાેક શાનદાર છે.’ અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે રન વે ૩૪માં જાેવા મળશે, તો રકુલ પ્રીત સિંહે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. રકુલપ્રીત સિંહે લખ્યું- ‘હંમેશાની જેમ કેપ્ટન વિક્રાંત તેની રમતમાં ટોચ પર છે. ઈંઇેહુટ્ઠઅ૩૪’ જ્યારે અન્ય ટિ્‌વટર યુઝર્સ પણ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here