અનુભવી સાથી સભ્યોની કમી રહેશે : વડાપ્રધાન મોદી

રાજ્યસભામાંથી ૭૨ સભ્યોની વિદાય પર વડાપ્રધાનનું નિવેદન

0
287
PM - India - Narendrabhai D Modi

રાજ્યસભામાં ૭૨ સભ્યોની વિદાયના અવસર પર ઁસ્ મોદીએ તેમના સંબોધનમાં ઉમેર્યું કે, આજે વિદાય લેવા જઈ રહેલા સાથીઓ પાસેથી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ. આજે આપણે પણ સંકલ્પ કરીએ કે જે પણ શ્રેષ્ઠ છે, તેને આગળ લઈ જવામાં આપણે આ ગૃહના પવિત્ર સ્થાનનો અવશ્ય ઉપયોગ કરીશું. જે દેશની સમૃદ્ધિ માટે ઉપયોગી થશે.રાજ્યસભામાંથી આજે ૭૨ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. તમને જણાવી દઈએ કે,બુધવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ગૃહમાં જાહેરાત કરી હતી કે ગુરુવારે ઝીરો અવર અને પ્રશ્નકાળ નહીં હોય જેથી નેતાઓ અને સભ્યો આ પ્રસંગે બોલી શકે છે.સાથે જ રાજ્યસભાના નિવૃત્ત થયેલા સભ્યોએ આજે ??વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, ઉપાધ્યક્ષ હરિવંશ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે ફોટા પણ પડાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે અનુભવી સાથીઓની કમી હંમેશા વર્તાશે.વધુમાં તેણે કહ્યુ કે, અનુભવમાં જ્ઞાન કરતાં વધુ શક્તિ હોય છે.રાજ્યસભામાં વધુમાં ઁસ્ મોદીએ કહ્યું કે, અનુભવથી જે મળે છે તેમાં સમસ્યાઓ ઉકેલવા માટે સરળ ઉપાયો હોય છે. અનુભવનું મિશ્રણ હોવાથી ભૂલો ઓછી થાય છે. અનુભવનું પોતાનું મહત્વ છે. આવા અનુભવી સાથીઓ જ્યારે ગૃહ છોડીને જાય છે ત્યારે ગૃહને અને રાષ્ટ્રને મોટું નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here