બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ છે. માધુરી દીક્ષિતે દર મહિને ૧૨.૫ લાખ રૂપિયાના ભાડામાં એક આલીશાન એપાર્ટમેન્ટ લીઝ પર લીધું છે. માધુરી દિક્ષીતનું આ ઘર આર્કિટેક્ટ અપૂર્વ મહેતાએ માત્ર ૪૫ દિવસમાં તૈયાર કર્યું છે. ૫૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ વર્લી વિસ્તારમાં ૨૯મા માળે છે, જ્યાંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જાેઈ શકાય છે. વર્ક ફ્રન્ટ પર, માધુરી તાજેતરમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ ધ ફેમ ગેમમાં જાેવા મળી હતી, જેમાં તેણે અનામિકા નામની અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી.
માધુરી સિવાય સંજય કપૂર, માનવ કૌલ, ગગન અરોરા જેવા ઘણા કલાકારો આમાં જાેવા મળ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની છે. માધુરી દીક્ષિતે દર મહિને ૧૨.૫ લાખ રૂપિયાના ભાડામાં એક આલીશાન એપાર્ટમેન્ટ લીઝ પર લીધું છે.