અભિનેત્રી રિમી સેન સાથે કરોડોની છેતરપિંડી થઈ

0
224
Actress Rimi Sen

બોલિવૂડ એક્ટ્રેસ રિમી સેન સાથે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અભિનેત્રી રિમી સેને મુંબઈના એક બિઝનેસ મેન પર ૪.૪૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આ અંગે ખાર પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ પણ નોંધાવી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ આ મામલાની જાણકારી પોલીસને આપી હતી, જેના કારણે ૨૯ માર્ચે આ મામલે હ્લૈંઇ નોંધવામાં આવી હતી. પોતાની લેખિત ફરિયાદમાં રિમી સેને જણાવ્યું હતુ કે, તે આરોપી બિઝનેસમેનને અંધેરીના ગોરેગાંવમાં એક જીમમાં મળી હતી. ત્રણ વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી.એક મહિનામાં જ બંને સારા મિત્રો બની ગયા. અભિનેત્રીએ જણાવ્યું કે આરોપીએ પોતાને મુંબઈ સ્થિત બિઝનેસ મેન હોવાનો દાવો કર્યો હતો. તેણે પોતાનું નામ જતીન વ્યાસ જણાવ્યુ હતુ.વધુમાં રિમીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે એલઇડી લાઇટિંગ કંપની ખોલવા માંગે છે.

જ્યારે તેણે તેની યોજના રિમી સેનને જણાવી, ત્યારે તેણે રિમીને રોકાણ કરવાની ઓફર કરી અને વચન આપ્યું કે જાે તે નફો કરશે તો તે ૪૦ ટકા વળતર આપશે. આવી સ્થિતિમાં રિમી સેને તે વ્યક્તિની કંપની પર પૈસા લગાવ્યા.આ સાથે જ રિમી સાથે થયેલા કરારના કાગળો પણ મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ ખાર પોલીસે જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે,પોલીસે જતીન સામે ૈંઁઝ્રની કલમ ૪૨૦ અને ૪૦૯ હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here