અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ દસવીનું કેદીઓ માટે સ્પેશ્યિલ સ્ક્રીનિંગ કરશે

0
687
abhishek bachchan will do a special screening of his film dasvi in agra jail

અભિષેક બચ્ચન ફરી એકવાર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દસવી’થી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને લોકો આ ફિલ્મ અંગે હકારાત્મક પ્રતિક્રિયાઓ આપતા જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ રાજકારણી ગંગા રામ ચૌધરીની ભૂમિકા ભજવતો જાેવા મળશે. સાથે જેલમાં જ તેને પોતાનું શિક્ષણ પૂરું કરવાનો નવો ઉદ્દેશ મળે છે. અભિષેક બચ્ચને આગ્રા સેન્ટ્રલ જેલમાં વાસ્તવિક ગુનેગારો સાથે શૂટિંગ કર્યું હતુ, જેઓ પણ ફિલ્મનો એક ભાગ છે. મળતી માહિતી મુજબ ફિલ્મના નિર્માતાઓ આ અઠવાડિયે જેલમાં બંધ કેદીઓ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગની યોજના બનાવી રહ્યા છે. અભિષેક બચ્ચન કહ્યું કે,’હું તેને ફિલ્મ બતાવવાના તકની રાહ જાેઈ રહ્યો છું. અમે કેદીઓ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવવા જઈ રહ્યા છીએ, કારણ કે અમે ફિલ્મમાં કામ કરનારાઓને વચન આપ્યું હતું કે અમે પાછા આવીને તમને ફિલ્મ બતાવીશું. જે પણ આ ફિલ્મનો પણ એક ભાગ છે, તેથી હું આ સ્પેશિયલ સ્ક્રિનિંગ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

આ પહેલ વિશે વાત કરતાં ડિરેક્ટર તુષાર જલોટા કહ્યુ કે,આગ્રામાં શૂટિંગ દરમિયાન, અભિષેકે જેલમાં તમામ કેદીઓ માટે ‘દસમી’નું વિશેષ સ્ક્રીનિંગ ગોઠવવાનું વચન આપ્યું હતું. તે ખરેખર તેના શબ્દનો માણસ છે અને અમે તેને અમારો પ્રેમ બતાવવા માટે ઉત્સાહિત છીએ.’ સામાજિક કોમેડી ફિલ્મ દસવી એ ગંગા રામ ચૌધરીની કહાની છે, જે એક અભણ, ભ્રષ્ટ અને દિલથી દેશી રાજકારણી છે, જે જેલમાં એક નવા પડકારનો સામનો કરે છે. બાદમાં જેલમાં તેની મુલાકાત એક ‘રફ એન્ડ ટફ’ જેલર યામી ગૌતમ સાથે થાય છે. હવે દસમું ધોરણ પાસ કરવું તેનું આગલું મુકામ બને છે. જે જેલમાં ગંગારામ ચૌધરી દસમું પાસ કરવા માટે જાેરશોરથી અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ તેમની પત્ની ઝ્રસ્ની ખુરશી માટે પ્રયત્ન કરતી જાેવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here