અમદાવાદના હાટકેશ્વરમાં ઘરમાં આગ આગતા ઘરવખરી બળીને ખાખ

0
857

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં ભગવાનના મંદિરમાં દીવાબત્તી કરવા સમયે ઘી વાળી વાટ ચાલુ હતી. ચાલુ દીવાની વાટને ઉંદર ખેંચીને લઇ ગયો હતો અને કપડાંને અડી જતાં આગ લાગી હતી. આગના પગલે સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ પાઇપ વડે પાણીની મોટર ચાલુ કરી અને આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. જાેકે આગ લાગી જતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં એએમટીએસ બસ ડેપોની પાછળ આવેલી કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને જૂના વસ્ત્રોના લે-વેચ કરતા વેપારી વિનોદભાઈના મકાનમાં ઘટના બની હતી. ચૈત્રી નવરાત્રિ હોવાથી તેઓ ઘરમાં દીવાબત્તી કરી હતી અને દીવાની વાટને ઉંદર ખેંચીને લઈ ગયું હતું અને આ વાટમાં આગ ચાલુ હોવાથી કપડાને પડી જતા ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ ઘરમાં રહેલા ૨ લાખ રોકડા રૂપિયા પણ સળગી ગયા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા પણ આગને બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here