અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

0
988
A fire broke out in a textile godown early in the morning

અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૯ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કાપડના અંદાજે ૫૦૦ ટન જથ્થામાં આગ લાગી હતી. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા હાલમાં ગોડાઉનમાં કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે પીપળજ પીરાણા રોડ પર મહેન્દ્ર મિલ કમ્પાઉન્ડ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી છે.

જેથી ૧ ફાયર ફાઇટર, ૮ ગજરાજ, ૨૪ ફાયરમેન, ૨ સ્ટેશન ઓફિસર અને ૧ ડિવિઝનલ ઓફિસર સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની શરૂ કરી હતી. ૪ જગ્યાએથી વોટરકેનોન લાઈનો બનાવી દોઢ કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી તેમજ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને એફએસએલ ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી. ૨ જેસીબીની મદદથી કાપડના જથ્થો દૂર કરી એમાં નીચે લાગેલી આગને બુઝાવી અને હાલમાં કૂલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here