અમદાવાદમાં નદીમાંથી રેતીની ચોરી કરી ભાગતા ડમ્પરને રોકનાર ભૂસ્તર વિભાગના અધિકારી પર હુમલો

ટ્રકની તપાસ કરતા કર્મચારીને કારમાં આવેલા શખ્સે ધક્કો મારીને નીચે પાડી દીધા હતા

0
1295
humlo in sabarmati

ઘણા સમયથી નદીમાંથી રેતીની ચોરી કરી લાખો રૂપિયા કમાતા લોકો સામે લાલ આંખ કરવા જતા એક ભૂસ્તરશાસ્ત્ર અને ખનીજ માફિયાઓએ ભૂસ્તર વિભાગના અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં સરકારી કર્મચારી પર થયેલા હુમલાનો બનાવ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અધિકારી પર હુમલો કરનાર પોતાને ધ્રુવેશ પટેલ તરીકે ઓળખ આપતો હતો. આ વ્યક્તિએ સરકારી કર્મચારીને રસ્તા પર પછાડી દીધા હતા અને તેના મળતિયા સાથે ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. એટલું જ નહીં કર્મચારીઓએ રોકેલી ટ્રક પણ ક્યાંથી ભગાડી દીધી હતી. હવે આ પ્રકરણમાં પોલીસ દ્વારા સરકારી કર્મચારી પર હુમલો અને ખનીજ ચોરી સંદર્ભે ગુનો નોંધી તપાસ આદરી છે.

અધિકારીને શંકા જતા ટ્રકની તપાસ કરી હતી
ગાંધીનગરના સરગાસણ પાસે રહેતા યસકુમાર રમેશચંદ્ર જોશી અમદાવાદમાં ભૂસ્તર શાસ્ત્રી તરીકે નોકરી કરે છે. તેઓ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થતી હોય ત્યાં જઈને કાર્યવાહી કરતા હોય તેઓ ફરજ પર હાજર હતા. ત્યારે તેઓને ઇન્દિરા બ્રિજ પાસે બે ડમ્પર નંબર પ્લેટ વગર જતા હતા. યસ જોશીને શંકા ગઈ કે ડમ્પરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હશે તો તેમણે ડમ્પરને સાઈડ પર રોક આવીને તપાસ કરતા ડમ્પરમાં રેતી ભરી હતી. આ અંગે પૂછપરછ કરતા ડમ્પરના ચાલકે યસ જોશીને કોઈની સાથે મોબાઇલ પર વાત કરવા જણાવ્યું હતું. યસ જોશીએ વાત કરી ન હતી, જેથી તેઓ ડમ્પરને સિલ કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા. એટલામાં એક કારમાં એક વ્યક્તિ આવ્યો અને યસ જોશીને કહ્યું કે, સાહેબ સાથે વાત થઈ ગઈ છે તો તમે વાત કરો. પણ યસ જોશી વાત કરી નહીં. જેથી યસ જોશી કંઈ સમજે તે પહેલા જ કારમાં આવેલા શખ્સે પોતે ધ્રુવશ પટેલ છે એવી ઓળખાણ આપી ડમ્પરને જવા દીધા હતા.

અન્ય શખ્સો આવી ધ્રુવેશ પટેલને લઈ ગયા
યસ જોશીએ આનો વિરોધ કરતા ધ્રુવેશ પટેલે તેમને ધક્કો મારી દીધો હતો. જેથી તે નીચે પટકાયા હતા. જેમના હાથ પર ઇજા પહોંચી હતી અને ધ્રુવેશ પટેલ સાથે આવેલા અન્ય શખસે કાર હંકારીને ધ્રુવેશ પટેલને ત્યાંથી લઈને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બન્યા બાદ યસ જોશીએ આ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Source – Divya Bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here