ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
માઉન્ટ આબુમાં સોમવારે તાપમાનનો પારો – 4° નોંધાયો
2011 જાન્યુઆરીમાં અમદાવાદમાં ઠંડીનો પારો 6.6 ડિગ્રી નોંધાયો હતો
આગામી અઠવાડિયે અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની વકી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડવેવની અસરથી અમદાવાદમાં 10 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2011 પછી જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયુ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળતાં મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયાં છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.