અમરેલી જિલ્લામાં ગીર વિસ્તારને અડીને આવેલાં ગામડાંમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખોરાક અને પાણીની શોધમાં સિંહ ગામડાંમાં આવી પહોંચે છે. ત્યારે ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ ગામડાં સુધી આવી પહોંચતા સિંહને દૂર રાખે એવી ગામલોકો માગ કરી રહ્યા છે.અમરેલી જિલ્લામાં જંગલ નજીકના ગામડાંમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં ઘૂસી આવેલા ત્રણ સિંહે ૬ પશુનો શિકાર કરતાં ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં સિંહે કરેલા શિકારના લાઈવ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. કૃષ્ણગઢ ગામના જે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે એમાં એક પશુ ત્રણ સિંહનો સામનો કરતું નજરે પડી રહ્યું છે. જાેકે પશુએ સિંહથી દૂર ભાગવાનો પ્રયાસ કરતાં જ સિંહે એક તરાપ મારી એનો શિકાર કર્યો હતો.
અમરેલીના કૃષ્ણગઢમાં ૩ સિંહ દ્વારા ૬ પશુઓનો શિકાર કરવામાં આવ્યો
ગ્રામજનોમાં ભયનો માહોલ