અમરેલીના ખાંભા,રાજુલા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પવન સાથે કમોસમી વરસાદ

0
716

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી

કેરી સહિતના પાકોમાં નુકસાનની ભીતિએ ખેડુતોની ચિંતા વધારી.

ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે એવામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા અને ખાંભા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવતા એકાએક ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી ગયા હતા. બપોર સુધી ગરમી બાદ અચાનક જ વરસાદ વરસતા ગરમીથી રાહત તો મળી હતી પણ કમોસમી વરસાદના લીધે કેરી સહિતના પાકોમાં નુકસાનની ભીતિએ ખેડુતોની ચિંતા વધારી હતી.
વરસાદી ઝાપટાઓમાઅં જોઈએ તો નાનુડી,પીપળવા ,આગરીયા નવા આગરીયા,ધુડીયા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા મકાનોના છાપરા પણ ઉડવા પામ્યા હતા અને રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here