અમેરિકામાં કોરોના સંક્રમણના દરરોજ સરેરાશ ૪ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, અમેરિકન તંત્રએ હળવા લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓનો ક્વોરેન્ટાઇન સમય ૧૦ દિવસથી ઘટાડીને ૫ દિવસ કરવાનો ર્નિણય લીધો છે. એટલે કે જે દર્દીઓમાં હળવા લક્ષણો છે, તેમણે માત્ર ૫ દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પછી, તમારે આગામી ૫ દિવસ સુધી માસ્ક પહેરવું પડશે.
જાે કે આ ગાઈડલાઈનની ટીકા પણ થઈ રહી છે.વિશ્વના અન્ય દેશોની જેમ અમેરિકામાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. અમેરિકામાં દરરોજ સરેરાશ ૪ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં નવા વર્ષ એટલે કે ૧ જાન્યુઆરીએ પણ ૩ લાખ કેસ નોંધાયા હતા. આ દરમિયાન અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રવિવારે કહ્યું કે તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
ઓસ્ટિને નિવેદનમાં કહ્યું છે કે કેટલાક લક્ષણો બાદ તેમણે રવિવારે ઘરે જ ટેસ્ટ કરાવ્યો હતો. ઓસ્ટિને કહ્યું કે, તેમણે અમેરિકન પ્રમુખ જાે બાઈડન સહિત તેમના નેતૃત્વને જાણ કરી છે કે તેઓ સંક્રમિત થયા છે. લોયડ ઓસ્ટિને કહ્યું, તેમના સ્ટાફે કોન્ટ્રાક્ટ ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે અને મારા સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી દીધી છે. ઓસ્ટિને કહ્યું કે, હું રાષ્ટ્રપતિ બાઈડનને છેલ્લી વખત ૨૧ ડિસેમ્બરે મળ્યો હતો. તેઓ ગુરુવારે છેલ્લી વખત પેન્ટાગોન પણ ગયા હતા.