અમેરિકામાં સોમવારે ૧૦ લાખથી વધુ લોકો પોઝીટીવ

  વિશ્વના દેશોએ સચેત રહેવાની સલાહ

  0
  175

  કોરોના વાયરસનો ઝડપથી ફેલાતો ઓમિક્રોન પ્રકાર સૌપ્રથમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો હતો. વેરિઅન્ટના વધુ મ્યુટેશનને ધ્યાનમાં રાખીને, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યું. આફ્રિકા પર મુસાફરી પ્રતિબંધો હોવા છતાં, આ પ્રકારે યુરોપ, એશિયા અને અમેરિકા સહિતના ઘણા દેશોમાં દસ્તક આપી છે. વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, (Omicron Variant)નો ફેલાવો થવાની સંભાવના વધુઅમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સોમવારે અમેરિકામાં ૧૦ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અગાઉના એક દિવસનો રેકોર્ડ લગભગ ૫,૯૧,૦૦૦ કોરોના કેસ હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસના તાજેતરના આંકડાઓ અનુસાર, હાલમાં ૧,૦૩,૦૦૦ થી વધુ લોકો COVID-૧૯ ને કારણે હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા ચાર મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવાની આ સૌથી વધુ સંખ્યા છે.યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જાહેરાત કરી હતી કે, તેણે ૧૨ થી ૧૫ વર્ષની વયના કિશોરોને Pfizer-BioNTech બૂસ્ટર રસી લગાવવા માટે ઈમરજન્સી યૂઝ ઓર્થોરાઈઝેશન (EUA) જાહેર કર્યું છે. આના દ્વારા તેઓ કોરોના સામે રક્ષણ મેળવી શકશે. છેલ્લા સાત દિવસના સમયગાળામાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા વ્યાપ વચ્ચે દરરોજ સરેરાશ ૩,૨૦,૦૦૦ નવા કેસ નોંધ્યા છે. આ રીતે, એક અઠવાડિયામાં ૨૧ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here