અરવલ્લી જિલ્લા માં પાછલા 24 કલાક માં પુષ્કળ વરસાદ વરસ્યો છે.
હાથમતી, બુધેલી અને લીલછા નદી બંને કાંઠે વહી રહી છે.
ભિલોડા અને મેઘરજ માં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે.
વરસાદ હજી પણ ચાલુ જ છે.
તમામ રસ્તાઓ નદીમાં ફેરવાયા
નદીકાંઠાના ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે જ , અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ વરસતા તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને સતર્ક કરી દેવામાં આવ્યાં છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી ભરાયાં છે
-
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ –મેઘરજ – 96 મિમી
-
મોડાસા – 49 મિમી
-
ભિલોડા – 48 મિમી
-
માલપુર – 24 મિમી
-
ધનસુરા – 23 મિમી
-
બાયડ – 04 મિમી