અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ધાનેરાના વાલેર સીટના ગામડાઓમાં લોકોને માહિતગાર કર્યા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલ્પકાલીન વિસ્તારક યોજના ચાલી રહી હોઈ પાર્ટીના કાર્યકરો ગામડે ગામડે પહોંચી સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકજાગૃતિ કેળવી રહ્યાં છે ત્યારે યોજના અંતર્ગત ધાનેરા વિધાનસભાના વાલેર તાલુકા પંચાયત સીટમાં આવેલ વાલેર- વોડા- કરાધણી ગામની થરાદ વિધાનસભા રાહ તાલુકા પંચાયત સીટના સંયોજક નેનસિંહ પુરોહિતે મુલાકાત લીધી હતી. બુથ નંબર ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫ માં કામગીરીની પરિસ્થિતિ જાણી સરકારની યોજના વિષે માહિતી આપી હતી અને પેજ પ્રમુખ તથા બુથના વોટસઅપ ગૃપના ઇન્ચાર્જ તથા સરલએપ દ્વારા ઓનલાઈન કામગીરી કરવામાં ગામના રાજકીય આગેવાનો, યુવાનો, વડીલો સાથે મુલાકાત કરી પાર્ટીના વિચારો વિષે બુથની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બ.કા.(થરાદ)