વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરવા માટે વારંવાર ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે. વડા પ્રધાને કહ્યું કે, ત્યાંના તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે સરકાર એક કોલ સેન્ટર પણ સ્થાપી રહી છે જેથી દરેક વિદ્યાર્થી ભારત પાછા ફરે ત્યાં સુધી તેમને એક અનન્ય કોડ આપી શકાય. વિદ્યાર્થીઓને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કે સિંધિયાએ એરપોર્ટ પર ફસાયેલા વિદ્યાર્થીઓને મળ્યા બાદ બેઠક પણ યોજી હતી.
ઓપરેટ કરવાનું આયોજન થઇ રહ્યું છે અને બુકારેસ્ટથી છ ફ્લાઈટ ભારત પરત આવવા માટે રવાના થઈ ગઈ હતી. યુક્રેન સંકટ વચ્ચે આગામી બે દિવસમાં લગભગ ૫,૦૦૦ વિદ્યાર્થીઓને રોમાનિયા અને મોલ્ડોવામાંથી બહાર કાઢવામાં આવશે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘વિદ્યાર્થીઓએ ઘણું સહન કર્યું છે. આ મિશનમાં, અમારું લક્ષ્ય યુક્રેન-રશિયા તણાવને કારણે ફસાયેલા ભારતીયોને ઘરે પરત મોકલવાનું છે. કેન્દ્રએ ર્નિણય લીધો હતો કે, કેન્દ્રીય મંત્રીઓ હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ યુક્રેનના પડોશી દેશોનો પ્રવાસ કરીને ઇવેક્યુએશન મિશનનું સંકલન કરશે અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરશે. તેમને સલામતી માટેના પ્રયાસોની કાળજી લેવા માટે આ યોજનાને ચાર ભાગોમાં વહેંચવામાં આવી છે.
“વિદ્યાર્થીઓને સરહદો પર લાવવા, તેમને ક્રોસ કરવામાં મદદ કરવા, તેમને એરપોર્ટ માટે લેન્ડિંગ પોઈન્ટ પર લાવવા અને અંતે તેમને સુરક્ષિત રીતે ભારત લઈ જવા.” કેન્દ્રએ વધુમાં જણાવ્યું કે “રોમાનિયાના વડા પ્રધાનને મળ્યા અને તેમની મદદ માટે આભાર માન્યો હતો” અને તેમણે કહ્યું. જેઓ અમારા વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે તેઓનો હું આભાર માનું છું.