ગત વર્ષે કોરોનાના કારણે પ્રક્રિયામાં થયો હતો વિલંબ
આ વર્ષે કોરોના હળવો પડતા માર્ચમાં કરાયું આયોજન
રાજ્ય સરકાર દ્વારા આજથી RTE ( રાઈટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ આર્થિક રીતે વંચિત બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવા માટે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ છે.
30 માર્ચ થી લઈને 11 એપ્રિલ રાતે 12 વાગ્યા સુધી ઓનલાઈન આવેદન કરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મનો દાખલો,રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળકના બેંકની પાસબુક આપવાના રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાના પાસે રાખવાની રહેશે .
Rte અંતર્ગત રાજ્યમાં 70000 (સિત્તેર હજાર) જેટલા વંચિત બાળકોને પ્રવેશ અપાશે..
રોનિત બારોટ મહેસાણા.