પાંચ રાજ્યોમાં ચુંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચુંટણી પંચે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી રેલી અને સભો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે ત્યારે દરેક પાર્ટી પોતાનો ડિજીટલ પ્રચાર કરી રહી છે. એવામાં દિલ્હીની કેજરીવાલ સરકાર પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે.
આજે દિલ્હી સરકાર દ્વારા “એક મોકો કેજરીવાલને ” કેમ્પેન શરૂ કરાનાર છે જેમાં દિલ્હીની જનતાને કહેવામાં આવ્યું છે કે દિલ્હીની જનતા વીડિયો બનાવીને સોશલ મીડિયામાં અપલોડ કરે અને દિલ્હી સરકારે કરેલા કામોની જાણકારી દેશના લોકોને આપે.
દિલ્હીમાં કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા કામો અને યોજનાઓને દિલ્હીની જનતા પોતાના વીડિયો બનાવી અપલોડ કરે . દિલ્હીના મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે જે લોકોના વીડિયો સૌથી વધું વાયરલ થશે એવા 50 લોકો સાથે પોતે ડિનર પણ કરશે.
વર્ચુઅલી પ્રચાર માટે દિલ્હી સરકારે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને હવે જોવાનું એ રહ્યું કે આ પ્રયોગ કેટલો સફળ થાય છે.
ઉલ્લેખનિય છે કે પાંચ રાજ્યોમાં ચુંટણી જાહેર થતાં કેછરીવાલ સરકાર પંજાબ,ઉત્તરાખંડ,યુપી અને ગોવામાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે અને પોતાના મોટા ભાગના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે..