આપ પાર્ટીની સાણંદ-બાવળા વિધાનસભામાં પરિવર્તન યાત્રા નીકળી
આમ આદમી પાર્ટીની ગુજરાત પરિવર્તન યાત્રા જે પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં સોમનાથથી નીકળી છે તે સાણંદ બાવળા વિધાનસભા મતવિસ્તારમાં આવી પહોંચી હતી આ પરિવર્તન યાત્રા બાવળાના ભાયલા ગામ પાસે આવેલ મોગલ માં ના મંદિરથી નીકળી બાવળની બજારોમાં જાહેર માર્ગો ઉપર ફરીને સાણંદના ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરીને જાહેર રસ્તા ઉપર રોડ શો કરીને જોરશોર સાથે સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવીને મોટી સંખ્યામાં રાતે જનસભા કરી હતી આમાં ડીજે ના તાલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું હતું જેમાં 50 જેટલી કારો બાઇકો સાથે 500 થી 700 જેટલા માણસો સામેલ હતા આ પરિવર્તન યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા,સાણંદ-બાવળા પ્રભારી કુલદીપસિંહ વાઘેલા,પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલ,પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ,પ્રદેશ ખજાનજી કૈલાશ ગઢવી તથા પાર્ટીના અગ્રણી તેમજ વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા