આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પત્રકાર એકતા પરિષદની માંગણીઓ સ્વીકારવાની અરવિંદ કેજરીવાલજી ની બાંયધરી

0
276

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પરિષદની માગણીઓ સ્વીકારવા જાહેરાત કરી.

આજરોજ ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ સમક્ષ પત્રકારો ના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માગ કરતા શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા પત્રકાર એકતા પરિષદ અંગે ટૂંકી માહિતી આપી પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડીયા ને માઇક સુપ્રત કર્યું હતું.

પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ ને પત્રકાર એકતા પરિષદની કામગીરી થી અવગત કરાવી અને સરકાર સમક્ષ રજૂ કરેલી માગણીઓ જણાવી હતી અને અને જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો આપની સરકાર દ્વારા પત્રકારો ને શું સુવિધાઓ અને લાભ આપવામાં આવશે તે અંગે પ્રશ્ન કર્યો હતો.

શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની વાતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ આપની સરકાર બનતા પત્રકારો ને જે કાંઈ લાભો પાછલા વર્ષોમાં મળતા હતા તે લાભો ફરી શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી અને બીજા કેવા પ્રકારના ના લાભો પત્રકારોને આપી શકાય તે માટે પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રીને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું.

પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ
સમીર સલીમભાઈ બાવાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here