અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા શહેરમાં રુપાલ ચોકડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિશન ૨૦૨૨ અંતર્ગત મળેલ આમ આદમી પાર્ટી ની સાણંદ બાવળા વિધાનસભા ની અતિ મહત્વની સભા નું આયોજન કરાયું જેમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણભાઈ પટેલ, સાણંદ બાવળા વિધાનસભા પ્રભારી કુલદીપસિંહ વાઘેલા, ઉપપ્રમુખ કમલેશભાઈ શાહ, ઉપ પ્રમુખ મનીષભાઈ શાહ, ઉપ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ગજ્જર, મંત્રી જીતુભાઈ ઠક્કર, મેહુલભાઈ મકવાણા, સંગઠન મંત્રી રીતેશભાઈ સરવૈયા, સહ સંગઠન મંત્રી જીતુભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ ડાભી, સુરેશભાઈ સોનારા, અમદાવાદ જિલ્લા કિસાન સેલ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ જયરાજસિંહ ચાવડા તેમજ યુવા સમિતીના આમંત્રિત હોદેદારો, ગુજરાત પ્રદેશ શિક્ષણ સમિતિના સંગઠન મંત્રી લક્ષ્મણભાઈ ચૌહાણ, સહ સંગઠન મંત્રી ભવીનભાઈ પટેલ, સાણંદ તાલુકા પ્રમુખ પ્રભુભાઈ મકવાણા, બાવળા નગર પાલિકાના શહેર પ્રમુખ રિકીનભાઈ ઠક્કર, ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકા તાલુકા પ્રમુખ જટુભા ગોળ, ધોળકા શહેર પ્રમુખ યોગેશભાઈ રાઠોડ તેમજ સાણંદ, બાવળા અને ધોળકા ના હોદેદારો જોડાયા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક કાર્ય કરે પોતપોતાના વિસ્તારમાં ઘેરઘેર જે આમ આદમી પાર્ટી પ્રચારને અને પ્રજાને આ મોંઘવારી મુદ્દે સમજણ આપી આમ આદમી પાર્ટી ને સક્રિય બનાવવા માટેની કામગીરી કરવા માટેનું ખાસ આયોજન કરવા જણાવ્યું, ચાલુ સરકાર ગમે ત્યારે ચૂંટણી જાહેર કરી શકે છે જેથી તમામ હોદ્દેદારોએ પોતપોતાના વિસ્તારમાં બને તેટલી ઝડપી કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીને જીતાડવા માટેની હાકલ કરવામાં આવી હતી