આરઆરઆર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

0
455
RRR

ર્નિદશક એસએસ રાજામૌલીની નવી ફિલ્મ ‘આર.આર.આર’એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.બોક્સ ઓફિસ કલેક્શનમાં જુનિયર એન.ટી.આર અને રામ ચરણની જાેડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ અને વિશ્વવ્યાપી કલેક્શનમાં રવિવારે ૫૦૦ કરોડની કમાણી કરી હતી. લગભગ ૫૫૦ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ફિલ્મ ‘આર.આર.આર’ને સુપરહિટનો દરજ્જાે મેળવવા માટે ઓછામાં ઓછા ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે. જાે કે ફિલ્મ ‘આર.આર.આર’ના તેલુગુ વર્ઝનનું બોક્સ ઓફિસ કલેક્શન શુક્રવારથી સતત ઘટી રહ્યું છે અને સોમવારે તે ઘટીને ૧૬ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયુ છે. આ ફિલ્મની સરખામણી રાજામૌલીની પાછલી ફિલ્મ ‘બાહુબલી ૨’ સાથે સતત કરવામાં આવી રહી છે.

પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવું પ્રદર્શન કરી શકી નથી. તેલુગુ વર્ઝનની સાથે સાથે ફિલ્મ ‘આર.આર.આર’ના હિન્દી વર્ઝનમાં પણ સોમવારે ઘટાડો જાેવા મળ્યો હતો.જાે કે તેણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બોક્સ ઓફિસ ક્લેક્શનમાં પાછળ છોડી છે. ફિલ્મ ‘આર.આર.આર’ એ રિલીઝના પહેલા ત્રણ દિવસમાં તેની ધારણા કરતા ઓછો બિઝનેસ કર્યો છે, પરંતુ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહી છે.પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મે ૩૦૦ કરોડ અને વિશ્વભરમાં ૫૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘આર.આર.આર’એ શુક્રવારે દેશભરમાં કુલ ૧૩૦ કરોડની કમાણી કરી હતી. આમાં તેલુગુ વર્ઝનનો હિસ્સો ૧૦૦.૧૩ કરોડ, હિન્દીનો ૨૦.૦૭ કરોડ, તમિલનો ૬.૫ કરોડ, મલયાલમનો ૩.૧ કરોડ અને કન્નડ વર્ઝનનો હિસ્સો માત્ર ૨૦ લાખ હતો.

રિલીઝના પહેલા સોમવારે ફિલ્મે લગભગ ૪૫ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ‘આર.આર.આરની કમાણીની વાત કરીએ તો શરૂઆતના ટ્રેન્ડ મુજબ રિલીઝના પહેલા દિવસે ફિલ્મે ૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાં તેલુગુ વર્ઝનની કમાણી લગભગ ૧૬ કરોડ રૂપિયા અને હિન્દી વર્ઝનની કમાણી લગભગ ૧૫.૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિલીઝના પહેલા સોમવારના કલેક્શન અનુસાર, જાે આપણે રાજામૌલીની અગાઉની ‘બાહુબલી’ સાથે ફિલ્મ ‘આર.આર.આર’ની સરખામણી કરીએ તો ‘બાહુબલી ૨’ એ તે દિવસે લગભગ ૮૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here