આવતીકાલે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન,નાઇટ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે

0
671

રાજ્ય પોલીસ વડા અને ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ

બીજી લહેરમાં માત્ર 2000 કેસમાં જ 4 મહાનગરમાં 9થી 6નો નાઇટ કર્ફ્ય હતો
ત્રીજી લહેરમાં 10 હજાર જેટલા કેસ, હવે 9થી 6નો કર્ફ્યૂ આવી શકે

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે. જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. જેથી દિવસેને દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇનમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે.

હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતા જ 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો. જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યાં હોવાથી નાઇટ કર્ફ્યૂ સવારના 9થી 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

આજે ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here