ઈગ્લીસ દારૂના અલગ અલગ બે કેસમા નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી દામનગર પોલીસ

0
252

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર શ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદશન મળેલ હોય કે જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે દામનગર પો.સ્ટે.ના પો.સબ. ઈન્સ એચ.એચ.સેગલીયા સાહેબના માર્ગદશનથી દામનગર પોલીસ સ્ટેશન પો.કોન્સ હિતેષભાઈ નાથાભાઈ આલ નાઓને બાતમી મળેલ કે આટકોટ પો.સ્ટે.ના પ્રોહીના ગુન્હાના છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિરાજભાઇ પ્રવિણચંદ્ર રાણા રહે.નારાયણનગર, સંજયગાંધી સોસાયટી, તા.લાઠી જી.અમરેલી વાળો પોતાના ઘરે આવેલ છે જે હકિકત આધારે મજકુરના ઘરે જઈ તપાસ કરતા મજકુર આરોપી જડપાઈ ગયેલ હોય અને આરોપીએ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન જી.ભરૂચ પ્રોહી-૧૧૧૯૯૦૦૪૨૧૨૫૭૯/૨૦૨૧ ગુજરાત નશાબંધી કાયદા ની કલમ-૬૫(એ)(ઇ),૮૧,૧૧૬(એ),૯૮(૨) મુજબ તથા આટકોટ પોલીસ સ્ટેશન (રાજકોટ ગ્રામ્ય) પ્રોહી ગુ.ર.નં-૧૧૨૧૩૦૯૨૨૦૦૪૪૫/૨૦૨૦ ગુજરાત નશાબંધી કાયદા ની કલમ ૬૫(એ)(ઇ),૮૧, ૮૩,૯૮(૨),૧૧૬(બી) મુજબના ગુન્હાઓ આચરેલ અને બન્ને ગુન્હામા નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ હોય જેથી સદર આરોપીને સી.આર.પી.સી કલમ.૪૧(૧)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર પો.સ્ટે તથા આટકોટ પો.સ્ટે જાણ કરવામા આવેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ, તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અમરેલીનાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા તથા એ.એસ.આઈ મગનભાઈ કાળુભાઈ પીછડીયા તથા પો.કોન્સ જયંતીભાઈ ધીરૂભાઈ વાઘેલા તથા પો.કોન્સ હિતેષભાઈ નાથાભાઈ આલ તથા પો.કોન્સ વિજયભાઈ રમેશભાઈ ડાભી તથા દામનગર પોલીસ ટીમ દ્રારા કામગીરી કરવા આવેલ છે.

અહેવાલ..અનિશ તાજાણી.. અમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here