ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર “જગાભાઈની હોટલ” નામે લોજીંગનો વ્યવસાય ધરાવતા જયંતિ જગદીશભાઈ મકવાણાએ બહાદુર દિપસિંહ રાઠોડ વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે તેમના પુત્ર નિલેશને કોલેજની પાછળ આવેલી કેન્ટીન પાસે મારામારીમાં ઈજા પહોંચી હોવાથી આરોપીઓ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આથી આરોપીઓએ ઈજાગ્રસ્ત યુવાનની તબિયત જાેવા માટે બહાદુર દિપસિંહ રાઠોડને આયુષ્યમાન હોસ્પિટલમાં એડમિટ નિલેશની ખબર પુછવા તબીબનો સ્વાંગ રચી મોકલ્યો હતો. આથી દર્દીના પિતાને શંકા જતાં તેમણે પુછપરછ કરતાં સમગ્ર તથ્ય ઉજાગર થયું હતું.
જેથી પિતાએ બહાદુર રાઠોડ વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને મારામારીમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીઓએ એક શખ્સને તબીબનો સ્વાંગ રચી ઈજાગ્રસ્તની તબિયત જાણવા મોકલતા ઈજાગ્રસ્તના પિતાએ બની બેઠેલા તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.