ધરોઈ ડેમમાં 33 ટકાથી વધુ પાણી ભરાયું, ખેડૂતોમાં ખુશીનો માહોલ
પાછલા 10 દિવસમાં ધરોઇડેમના પાણીના જથ્થામાં 8.92 ટકાનો વધારો નોંધાયો.
છેલ્લા 10 દિવસ દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 8.92 ટકા વધવા પામ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
26 જુલાઇ સુધીમાં ડેમમાં 10 હજાર ક્યુસેક પાણી સાથે જળાશયમાં આશરે ૩૩.૩૯ પાણી ભરાયું
ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ દર્શાવેલી છે. જ્યારે વર્તમાન વરસાદ ને પગલે ધરોઇ ડેમ ની જળ સપાટી 599.35 ફૂટે પહોંચી છે.
પાછલા 10 દિવસમાં નોંધાયેલી ડેમની જળ સપાટી નાઆંકડા
મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં સરકારી આંકડા મુજબ 17 મી જુલાઈએ 593.89 ફૂટ, 18મી જુલાઈએ 593.97 ફૂટ, 19 જુલાઈ 594.52 ફૂટ, 20મી જુલાઈએ 596.52 ફૂટ, 21 જુલાઈએ 597.47 ફૂટ, 22 જુલાઈએ 597.89 ફૂટ, 23 જુલાઈએ 598.09 ફૂટ, 24 જુલાઈએ 598.24 ફૂટ, 25 જુલાઈએ 598.58 ફૂટ, 26 જુલાઈએ 599.35 ફૂટ જળ સપાટી નોંધવામાં આવી હતી.