ઉત્તરાયણ આવ્યા પહેલા જ પતંગ ચગાવતા બાળકનો જીવ ગયો

0
969

અમદાવાદ,
ઉત્તરાયણ પહેલા નાના ભૂલકાઓને પતંગ ચગાવતા બહુ જાેયા હશે પણ ગુજરાત રાજ્યના સુરતમાં અડાજણ વિસ્તારમાં માસુમ બાળકના મોત કિસ્સો સામે આવ્યો છે નીલકંઠ એવન્યુના પાંચમા માળના ધાબા પરથી પતંગ ચગાવતા નીચે પટકાયેલા માસુમ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ દરમિયાન વધુ એક બનાવ સામે આવ્યો છે અને કાળમુખી પતંગના લીધે એક કિશોરે જીવ ગુમાવ્યો છે.

ભેસ્તાન આવાસમાં રહેતો કિશોર ટ્રાન્સફર્મરમાંથી પતંગ કાઢતો હતો ત્યારે ધડાકો થયો હતો. કિશોર ગંભીર રીતે દાઝી જતા તેનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.ફરદીનને અન્ય બે ભાઈ અને એક બહેન છે તથા તે સરકારી શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.તેના પિતા કાપડના પાર્સલોના ટેમ્પા ઉપર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરિવારજનોએ આક્ષેપ કરી કહ્યું હતું કે જીઈબી દ્વારા જે ટ્રાન્સફરમર મુકવામા આવ્યું છે ત્યાં પૂરતી આડશ મુકવામાં નથી આવી. આવી લા૫રવાહીનાં લીધે જ બાળક આ જીવલેણ ઘટનાનો ભોગ બન્યો છે. બનાવ અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. વધુમાં મૃતકના પિતા ફિરોજ શેખ સહીત પરિવારજનોએ જણાવ્યું હતું કે ગઈ કાલે તે ભેસ્તાન આવાસમાં આવેલ મેદાનમાં ઈલિક્ટ્રિકના ટ્રાન્સફર્મરમાં ભરાયેલી પતંગનો દોરો પકડીને પતંગ કાઢવાના પ્રયતો કરી રહ્યો હતો, ત્યારે ધડાકો થતા તે દાઝી ગયો હતો.તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here