છેલ્લી જાણકારી મુજબ પટાવાળાએ જવાબો લખેલો લેટરપેડ સળગાવી દીધો
3 વ્યક્તિઓની પોલીસે પુછપરછ માટે કરી અટકાયત
સમગ્ર મામલે સંચાલકોની ભૂમિકા શંકાસ્પદ
વન રક્ષકની પરીક્ષાનું પેપર ઉનાવા સેન્ટર પર ગેરરીતિ આવી સામે…
રવિ મકવાણા નામના પરીક્ષાર્થી પાસે મળી કાપલી
રાજુ ચૌધરી નામના શખ્સની ધરપકડ
રાજુ ચૌધરી વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં કરતો હતો નોકરી.
ડી વિભાગના પેપરની આન્સર કી મળી આવી.
આજરોજ ગુજરાત ભરમાં લેવાયેલી વન રક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલય ખાતે ગેરરીતિનો મામલો સામે આવ્યો છે..
પાણી પીવા ગયેલા ઉમેદવાર પાસે મીરા દાતાર સર્વોદય વિદ્યાલય ઉનાવાના લેટરપેડ પર આજે લેવાયેલી પરીક્ષાના પેપરના જવાબો લખેલા હતા અને બીજા પરીક્ષાર્થીએ હોબાળો કરતા રવિ મકવાણા પાસેથી મળી આવેલી કાપલી સુપરવાઈઝરે એ કાપલી ફાડી નાખી હતી પણ અન્ય વિદ્યાર્થીએ કાપલી ચેક કરતા આજે લેવાયેલા પેપરના નિકળતા મોટો હોબાળો થવા પામ્યો હતો…
બાદમાં પોલીસને જાણ કરાતા ઉનાવા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓના નિવેદન લઈ મહેસાણા ખાતે આગળની કાર્યવાહી કરી દેવામાં આવી છે એવું કેન્દ્ર પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું.
કાપલી કરતા પકડાયેલો પરીક્ષાર્થી
રવિકુમાર કનુભાઈ મકવાણા જે ઊંઝાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું..
હવે સવાલ એ છે કે
ચાલું પરીક્ષાએ રવિ મકવાણા પાસે કાપલી ક્યાંથી આવી ???
આખે આખું પેપર સોલ્વ કોણે કર્યું ??
જવાબો લખેલી કાપલી કેટલા વર્ગખંડમાં ફરી ???
રવિએ પોતાના 2 અલગ અલગ નિવેદનો આપ્યા હતા. પહેલા તેણે કાપલી બહારથી મળી હોવાની વાત કરી હતી અને પછી કોઈ દાઢી વાળા વ્યક્તિએ આપી હોવાની વાત કરતા અનેક તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા હતા..
ઘટનાના મેસેજ સોશલ મીડિયામાં આગની જેમ ફેલાય ગયા હતા છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસે રાજુ ચૌધરી નામના એક વ્યક્તિની અટકાયત કરી છે અને એની પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો છે..
રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ઉનાવા ઉંઝા…