ઉનાવા માર્કેટયાર્ડમાં સવા લાખ બોરી આસપાસ તમાકુની અવકોથી ઘણા લાંબા સમય બાદ ઉભરાઈ ગયું છે. તમાકુના ઊંચા ભાવો મળતા હોવાથી સાબરકાંઠા થતા બનાસકાંઠાથી માલ ખેંચાઈને ઉનાવા આવી રહ્યો છે. આવકોની સામે વેપારીઓની ઘરાકી પણ જળવાઈ રહેતા 1600થી 1800 રૂપિયા પ્રતિ મણ ભાવ ટક્યા છે.ગત વર્ષ તમાકુના અઢારેક લાખ બોરીના ઉત્પાદન સામે આ વર્ષ 20થી 22 લાખ બોરીનું ઉત્પાદન થયું છે. સાથે સાથે ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુનો સારો ભાવ મળતા તમાકુના વેપારનું ઉનાવા સૌથી મોટું પીઠા તરીકે બહાર આવેલ છે.
તમાકુના દેશમાં સૌથી ભારે યુપીના કાનપુર તરફ મોટો ભાગનો માલ ઉનાવા માર્કેટયાર્ડમાંથી વેપાર થતો હોવાથી તેમજ તમાકુના ખેડૂતોને ઉનવામાં મૉટે ભાગે રોકડ નાણા અને ઊંચો ભાવ મળતો હોવાથી તમાકુ માટે ઉનાવા ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.તમાકુની સવા લાખ બોરી આવતા માલ ઉતરતા સવારથી લાંબી લાઈનો લાગી હતી. APMC ઉનાવાએ સાંજે ચાર હજાર ગોઠવીને તમામ માલનો નિકાલ કર્યો હતો. જોકે, મણે 50 રૂપિયા બજાર નરમ છતાં મીડિયમ ક્વોલીટીના 1300થી 1400 થતા બેસ્ટ ક્વોલીટીના 1600થી 1800 ના ભાવ રહ્યા છે.
આ ઉપરાંત ગળીયા મલોના પણ 800 થી 1100 સુધીના ઊંચા ભાવ રહ્યા હતા. વેપારી વર્તુળના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં નવેક લાખ બોરી માલ ઉનાવા માર્કેટયાર્ડમાં ઠલવાયો હોવાનો અંદાજ છે. હજુ પણ અઠથી દશ લાખ બોરી આગામી પદરેક દિવસમાં આવે તેવી ગણતરી છે.
source – divya bhasakar