મેહુલ બોઘરા પર થયેલા હુમલા ના સમર્થન માં ધનજી પાટીદારે મંત્રીઓ વિરુધ્ધ અભદ્ર વાણી ઉચ્ચારી છે. આ વાત ને લઈ ને ધનજી પાટીદાર ફરીથી ચર્ચા નો વિષય બન્યા છે. અગાઉ પણ ધનજી બોઘરા હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને ચર્ચાનો વિષય બન્યા હતા.
સુરતમાં એડવોકેટ મેહુલ બોધરા પર બનેલી હુમલાની ઘટનાને અનેક લોકોનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં રહેતા ધનજી પાટીદાર પણ મેદાન માં આવ્યા છે.આ બાબતે તેમણે બે દિવસ પહેલા ફેસબુક લાઇવ કરી મેહુલ બોધરા પર થયેલા હુમલા બાબતે સરકારને આડે હાથ લઇ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષામાં રજૂઆત કરી હતી.ધનજી પાટીદારે અત્યાર સુધીમાં 6થી 7 વીડિઓ અપલોડ કર્યા છે. જેને લઇને મહેસાણા સાયબર ક્રાઈમે ધનજી પાટીદાર વિરુદ્ધ આઈ.ટી એકટ મુજબ ગુનો નોધ્યો છે. જોકે, ફરિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કે હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ધનજી પાટીદારે પહેલા પણ હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને ચર્ચાનો વિષય બન્યા હતા. તે ઘટના પછી તેમની કારમાં આગ લાગતાં તેમણે હાર્દિક તરફ ઈશારો કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ધનજી પાટીદાર અમે તો બોલીશું’ના પેજ પરથી લાઈવ કરી અભદ્ર ટિપ્પણી કરી હતી. હાથથી અભદ્ર ઈશારા કરી માતાઓ વિરુદ્ધમાં કલંકિત શબ્દપ્રયોગ કર્યો હતો. તેમજ જાહેર ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ વિરુદ્ધ આપત્તિ જનક ભાષાઉચ્ચારવા બાબતે ધનજી પાટીદાર વિરુદ્ધ કલમ 153 (ખ), 294, 504, અને આઇટી એકટ કલમ 67 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.