મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. જ્યાં તેમની બસ ને અકસ્માત નડ્યો છે. બસમાં ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા મુસાફરી કરતાં હતા. મુસાફરી દરમિયાન એકાએક બસ તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી. જોકે, સદનસીબે બસ ખીણમાં જતા પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતા બચી ગઈ હતી. જેને લીધે બસનો પાછળનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની માહિતી મળી છે. જોકે, સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં રહી ગઇ હતી. જેથી કોઇ જાનહાનિ થઇ નથી. અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઈ છે.ત્યારે આ અકસ્માતમાંમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તમામનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી.