ઊર્જા વિભાગમાં લાખો રૂપિયા લઈ ભરતી કરાઈનો દાવો

0
423

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પુરાવા હોવાનો યુવરાજસિંહનો દાવો

યુવરાજ સિંહે જણાવ્યું કે, ઉર્જા વિભાગની ભરતીમાં એક સ્કેમ ચાલી રહ્યું છે. આ સ્કેમમાં પરિવારવાદ,ઓળખાણવાદ અને બહુ નજીકના સગા-સંબંધીઓને લગાડવાના એક સુનિયોજીત કાવતરું કરવામાં આવી રહ્યું છે. એ કાવતરાના ભાગરૂપે આજે બીજા નામ જણાવી રહ્યો છું તે તમામ વ્યક્તિઓ આ ઉર્જા વિભાગની નોકરીમાં આખો પરિવાર આ સ્કેમનો લાભ લઈને અત્યારે નોકરી પર ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળ વ્યક્તિ દિલિપ ડાહ્યાભાઈ પટેલ કે જેઓ પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમજ આવા કુલ ૪૦-૪૫ સગા-સંબંધીઓને ઉર્જા વિભાગમાં નોકરી અપાવી છે. જેના તમામ આધાર-પુરાવા મારી પાસે છે. તેમજ જે વ્યક્તિઓ નોકરીએ લાગી ગયા છે તો કોના દ્વારા લાગ્યા તેના પણ આધાર પુરાવા છે. તેમજ ઓડિયો રેકોર્ડિંગ પણ મારી પાસે ઉપલબ્ધ છે.

આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્‌વીટ કરી લખ્યું હતું કે ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત……. ઈં વ્યાપમ નહીં મહા_વ્યાપક.’ આ જાેતાં તો લાગી રહ્યું હતું કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરશે. ત્યારે આજે યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં જે વ્યક્તિઓ કૌભાંડ કરી રહ્યા છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના સગા સબંધીઓને લગાડવાના એક સુયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. યુવરાજ સિંહે, જણાવ્યું કે, ઉર્જા વિભાગના કૌભાંડમાં જે લોકો સંકળાયેલા છે તે લોકો પાસે મોટી સંપત્તિ છે. અહીં નજીકના સંબંધીઓને લગાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અરવિંદ પટેલે ઉર્જા વિભાગમાં નજીકના સંબંધીઓને નોકરી અપાવી છે. એક જ પરિવારના લોકો ય્ઈમ્માં નોકરી રહ્યા છે. ૧૬ લાખ રૂપિયામાં નોકરી અપાવવામાં આવી છે.

અમારી પાસે તમામ જે મુદ્દા કહેવામાં આવ્યા તેના આધાર-પુરાવા છે યુવરાજસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજ્યના ઉર્જા વિભાગના UGVCL, PGVCL, DGVCL માં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ ૧૧ ઉમેદવાર કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે.

ઉર્જાવિભાગ ભરતી કૌભાંડમાં આંદોલનકારી યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, ઉર્જા વિભાગમાં મળતિયાઓ અને અધિકારીઓના નજીકના સંબંધીઓને નોકરીએ લગાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. માસ્ટર માઈન્ડ અરવિંદ પટેલે ઉર્જા વિભાગમાં નજીકના સંબંધીઓને નોકરી અપાવી છે. આ નોકરીઓ માટે ૧૬-૧૬ લાખ રૂપિયાનો ભાવ ચાલતો હતો અને તેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયાના પૂરાવાઓ પણ છે. અમારી પાસે તમામ મુદ્દાના આધાર-પુરાવા છે. તેમજ અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે તેના કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવે તો બધી પોલ ખૂલી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here