બોલીવૂડની અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચનની છેલ્લે આવેલી ફિલ્મ ફન્ની ખાન માં જાેવા મળી હતી અને તે ફિલ્મનો જાેઈતો રિસ્પોન્સ મળ્યો ન હતો અને હવે ઐશ્વર્યા રાય બચ્ચનની આવનારી ફિલ્મ પોનીયિન સેલ્વન આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચન વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને ત્રિશાના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં પુરૂષ કલાકારો, તેમના દેખાવ એકદમ તીવ્ર છે, જ્યારે અભિનેત્રીઓ એકદમ રોયલ અને સુંદર લાગી રહી છે. આ ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ દ્વારા ડાયરેકસન કરવામાં આવી છે. કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલ આ જ નામના પુસ્તક પર પોનીયિન સેલવાન ફિલ્મ આધારિત છે. આ પુસ્તકમાં રાજા રાજા ચોલની વાર્તા બતાવવામાં આવી છે. તમામ કલાકારોનો ફર્સ્ટ લુક શેર કરતી વખતે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી છે. આ ફિલ્મ તમિલ, હિન્દી, મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.