ઓનલાઈન જુગારધામ વિશે અધિકારીઓને તપાસના આદેશ

0
193
sp office mahesana

મોઢેરા ચોકડી પાસે ઝડપાયેલા ઓનલાઈન જુગારધામ મામલે જિલ્લા વડાની લાલ આંખ

મોઢેરા ચોકડી પાસે ઈનામી લકી ડ્રોની આડમાં જુગાર રમાડવાના મસમોટા નેટવર્કના પર્દાફાશમાં ૩૨ જુગારીઓ સહિત ૩૪ શખ્સને ઝડપી લેવાયા બાદ આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને બી ડિવિઝન પોલીસને કેમ આ બાબતની જાણ ન થઈ? કેટલા લોકો ચલાવતા હતા? અને તેમાં બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફનો કોઈ રોલ છે કે નહીં સહિતના મુદ્દે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસના આદેશ કરાયા છે. આ તપાસ પછી પ્રાથમિક અહેવાલ આવી ગયા બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.મહેસાણા મોઢેરા ચોકડી પાસે આવેલ રામઝૂંપડી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલી દુકાનમાં ગત શનિવારે સાંજે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં જઈ જુગારધામ પર રેડ મારી હતી. જે દરમિયાન ૩૨ જુગારી ઝડપાયા હતા. જે મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ભારે ગુસ્સે થયા હતા. તેમજ આ મામલે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસ સોંપી તેમનો રિપોર્ટ આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ સામે આકરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here