ઉત્તર ગુજરાતના કદાવર નેતા અને ઠાકોર સમાજના અગ્રણી એવા અલ્પેશ ઠાકોર દ્વારા બોટાદ જિલ્લાના લઠ્ઠા કાંડ સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે રોજીદ ગામ આવ્યા હતા, અંદાજિત 10 જેટલા પરિવારના મોભીઓ આ લઠ્ઠાકાંડ નો ભોગ બન્યા હોય ત્યારે પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવવામાં આવી હતી, અલ્પેશ ઠાકોર દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે લોકોની સુખાકારી માટે પરિવારજનોની સુરક્ષા માટે પણ આ દેશી દારૂ ને બનતો,વેચાતો અટકાવવો જોઈએ અને કાયદાની કડક અમલવારી થવી જોઈએ.!
અહેવાલ.. સંદીપ ઉમરાનીયા..બોટાદ