કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના સંકમિતમાં બે પાંચ દેશો નથી હવે તો કોરોનાના ઓમીક્રોન વાઇરસ થી ૮૯ દેશોમાં ફેલાયો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી છે કે જાે આવી પરિસ્થિતિ જ રહેશે તો ઓમીક્રોનના કેસોમાં બમણો વધારો થઇ શકે છે. જ્યાં ઓમિક્રોન બ્રિટન અને અમેરિકામાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી રહી છે. યુરોપમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. વિવિધ યુરોપિયન દેશો ઓમિક્રોનથી ઉદ્ભવતા કોવિડ-૧૯ના સંભવિત નવી લહેરને ટાળવાના પ્રયાસમાં કડક નિયંત્રણો લાદી રહ્યા છે.
જેના કારણે પેરિસથી લઈને બાર્સેલોના સુધીના લોકોએ પણ વિરોધ શરૂ કરી દીધો છે. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના મંત્રીઓ રોગચાળાના ઝડપી પ્રસારને કારણે એલર્ટ પર છે. અહીં યાત્રા પર પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. ફ્રાન્સે નવા વર્ષના દિવસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્કમાં થિયેટર, કોન્સર્ટ હોલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યા છે. આયર્લેન્ડમાં, પબ અને બારમાં રાત્રે ૮ વાગ્યા પછી કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ઇન્ડોર અને આઉટડોર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. અહીં લોકોને સંબોધતા વડાપ્રધાન માઈકલ માર્ટિને કહ્યું કે વાયરસથી લોકોના જીવન અને આજીવિકાને બચાવવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અન્ય દેશો પણ આવું કરી શકે છે. ડેનિશ સરકારના પ્રધાનો નિષ્ણાત સમિતિની સલાહ પર ચર્ચા કરવા માટે મળ્યા છે.
સમિતિએ આંશિક લોકડાઉનની સ્થિતિને વધુ કડક બનાવવા જણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા અત્યાર સુધીમાં ૮૯ પર પહોંચી ગઈ છે. સંસ્થાએ એ પણ ધ્યાન દોર્યું કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં તે સ્થળોએ ઝડપથી ફેલાય છે જ્યાં સમુદાય ટ્રાન્સમિશનનું સ્તર ઊંચું છે. દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. ઉૐર્ંના આ નિવેદન બાદથી વિશ્વભરમાં ઓમિક્રોન વિશે ચિંતા વધી ગઈ છે. યુનાઈટેડ નેશન્સ એજન્સીએ શુક્રવારે ઓમિક્રોન સાથે વ્યવહાર કરવાની તૈયારી અંગેનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો. તેમણે કહ્યું કે, વર્તમાન ડેટાને જાેતાં, એવી આશંકા છે કે ઓમિક્રોન તે સ્થાનો પર ડેલ્ટાને બદલશે જ્યાં સમુદાય સ્તરે ચેપ ફેલાઈ રહ્યો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૬ ડિસેમ્બર સુધીમાં ૮૯ દેશોમાં ઓમિક્રોનને શોધી કાઢવામાં આવ્યો છે. આ વેરિઅન્ટ વિશે જેટલો વધુ ડેટા ઉપલબ્ધ હશે, તેટલો જ વધુ જાણી શકાશે.
યુકે સરકારે ઇમારતોની અંદર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉપરાંત, લોકોએ મોટી ઈવેન્ટ્સ અને નાઈટ ક્લબમાં આવવા માટે રસીકરણના પુરાવા અને નેગેટિવ રિપોર્ટ દર્શાવવો જરૂરી છે. આ અઠવાડિયે દેશમાં દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સરકારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે વધુ પગલાં લેવા પડશે. બ્રિટન અને અન્ય ઘણા દેશો કોરોના વાયરસના બૂસ્ટર ડોઝની રજૂઆતને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે પ્રાથમિક ડેટા સૂચવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ પર રસીના બે ડોઝ ઓછા અસરકારક છે. ઉૐર્ંએ કહ્યું કે, વર્તમાન ડેટા સૂચવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. તે ડેલ્ટા કરતા સમુદાયમાં ફેલાયેલા દેશોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કેસ દોઢથી ત્રણ દિવસમાં બમણા થઈ જાય છે.