૯૪માં ઓસ્કારમાં અભિનેતા વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચેના વિવાદે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. આ તમાચા કાંડ બાદ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઓસ્કાર એવોર્ડ ૨૦૨૨માં બોલિવૂડ ટાઉનના તમામ સેલેબ્સે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. નીતુ કપૂરથી લઈને વરુણ ધવન, ગૌહર ખાને આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર અભિનેત્રી નીતુ કપૂરે પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતુ કપૂરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. ઈવેન્ટની તસવીર શેર કરતા અભિનેત્રીએ કહ્યું ‘ તેઓ કહે છે કે મહિલાઓ ક્યારેય પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકતી નથી.’ બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ વિલ સ્મિથના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને કહ્યું ‘વાહ, અમને આની અપેક્ષા પણ નહોતી.’
વાયરલ થઈ રહેલા વીડિયો પર અભિનેત્રી ગૌહર ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ પોતાના ટિ્વટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને કહ્યું ‘ઓસ્કાર જીત્યો પણ માન ગુમાવ્યું. તે જાેઈને દુઃખ થયું કે વિલ સ્મિથે તેના સાથી કલાકાર સાથે આવો વ્યવહાર કર્યો. હાસ્ય કલાકારો જાેખમમાં છે. ઑનસ્ક્રીન અને ઑફ સ્ક્રીન બધુ જ ડાયલોગ્સ છે.’ તો ત્યાં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ આ ઘટના સાથે જાેડાયેલી એક મીમ ઈન્સ્ટા પર શેર કરી છે. ઓસ્કર સ્ટેજ હોસ્ટ કરી રહેલા પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર ટિપ્પણી કરી હતી. ક્રિસની આ વાત પર સ્મિથ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો, ત્યાર બાદ વિલ સ્મિથ સ્ટેજ પર પહોંચી ગયો. વિલ સ્ટેજ પર આવ્યો ત્યારે ક્રિસ તેની સામે જાેતો જ રહ્યો.
ક્રિસ આવતાની સાથે જ તેના ચહેરા પર જાેરથી તમાચો માર્યો, ત્યારબાદ ક્રિસ સ્ટેજ પર ઊભો રહ્યો અને વિલ તેની જગ્યાએ આવીને પાછો બેસી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે, કેટલાકે કહ્યું કે વિલે આવું ન કરવું જાેઈએ તો કોઈએ વિલની આ ક્રિયાને યોગ્ય ગણાવી.