વિસનગર શહેરમાં આવેલ કડા દરવાજા કડવા પાટીદાર સમાજની પટેલવાડીમાં પટેલ અમથીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કો.ઓપ. લિમિટેડ દ્વારા મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું. સમારંભના અધ્યક્ષ તરીકે સાંકળચંદ પટેલ યુનિર્વિસટી ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, મુખ્ય મહેમાન દર્શનકુમાર પટેલ એરિયા મેનેજર ઇફકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન પટેલ અમથીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં તળ કડવા પાટીદાર સમાજની બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશભાઈ પટેલે શિક્ષણ પણ વધારે ભારે મુક્યો હતો.બહેનોને આર્થિક રીતે સધ્ધર થવા માટે સૂચન કર્યું હતુઁ. ડૉ. ભામીનીબેન એ મહિલાઓને જાતીય શિક્ષણ અંગે માહિતી આપી હતી.