પોલીસે વિદેશી દારૂની બોટલો, ગાડી સહિત રૂ. 8,16,636 નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડીનો પીછો કરી ગાડીમાંથી કુલ 657 બોટલ દારૂ ઝડપાયો
વિસનગર તાલુકાના કડા નજીક ફોઝી ઢાબા ની પાસેથી મહેસાણા એલ.સી.બી પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે રૂ. 1.61.636 ના વિદેશી દારૂ તેમજ ગાડી સહિત જપ્ત કરી ફરાર ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
મહેસાણા એલ.સી.બી સ્ટાફના માણસો એ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ માં વિસનગર તાલુકા વિસ્તારમાં હતા ત્યારે કડા ગામ બસ સ્ટેન્ડ પાસે આવતા સયુંકત બાતમી મળી હતી કે સફેદ કલરની મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી નંબર GJ.01.WC.2918 માં પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર થી કડા તરફ આવનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી પોલીસે કડા વસાઈ રોડ પર આવેલ ફોઝિ ઢાબા ની પાસે વોચ ગોઠવી હતી. જ્યાં વિસનગર તરફથી આવતી ગાડીને જાણ થતાં ચાલકે ગાડી ડીવાઈડર ના કટ માંથી રોંગ સાઈડમાં હંકારી પોલીસે ગાડીનો પીછો કરતા ગાડી ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. જ્યાં પોલીસ દ્વારા ગાડી માં તપાસ કરતા ગાડીની પાછળ ની સિટોમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ગાડીમાંથી આ મુદ્દામાલ ઝડપાયો
ગાડીમાંથી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 30 તથા છૂટી બોટલો બિયર ટીન નંગ 45 મળી કુલ બોટલો નંગ 657 કિંમત. રૂ.1.61.636 તેમજ અર્ટીકા ગાડી કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 8,16,636 નો તમામ મુદ્દામાલ કબજે લઇ ફરાર ગાડી ચાલક સામે પ્રોહીબિશન કલમ 65 એ, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ… વિજય ઠાકોર… વિસનગર