કડી સંચાલિત સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક મેળવ્યો
પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ એક લાખ રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન ની ફાઇનલ પ્રતિયોગિતાનું પાવઈ કોલેજ ઓફ એન્જિનિરીગ, તામિલનાડુ ખાતે તા. 25 થી 26 ઓગસ્ટ 2022 દરમિયાન આયોજન થયું હતું. અને આ ફાઇનલમાં દેશમાથી 210 વિદ્યાર્થીઓ હતાં.જેમાથી આપના ગુજરાતમાથી કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંચાલિત સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017 થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે: સ્માર્ટ ઈંડિયા હેકાથોનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી સમસ્યાઓનો સોફ્ટવેરે તથા હાર્ડવેર દ્વારા ઉકેલ શોધવાનો તથા યુવાઓને તે તરફ વાળવાનો છે. આ દ્વારા મેક ઈન ઇન્ડિયા અભિયાનને સફળ કરવાનો છે. ત્યારે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ફાઇનલ પ્રતિયોગિતામાં દેશભરમાંથી પ્રારંભિક રાઉન્ડની વિજેતાના 210 વિદ્યાર્થીઓએ જુદાજુદા બે વિભાગની 15 થીમ માટે ઉત્સાહભેર જોડાયા હતા. ઉદ્દઘાટન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સ્વરૂપે આપવામા આવ્યા હતા. તથા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ એક લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યા હતાં આ સિધ્ધિ બદલ સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલએ વિદ્યાર્થીઓને તથા મેન્ટરને અભિનંદન આપીને વિદ્યાર્થીઓના તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.