કડીના વડુમાં મંગળવારે રાત્રે ડેરીની સામે આવેલ બજાર ચોકમાં ત્રણ દુકાનો જેમાં બે પાર્લર અને એક દવાખામાં તસ્કરો ત્રાટક્યાં હતા અને 30હજારની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. વડુમાં મંગળવારે રાતે તસ્કરો ત્રાટક્યાં હતા. જેમાં 2 પાર્લર અને 1 દવાખાનાનાં દરવાજાના તાળાં તોડી ઘુસ્યા હતા આ દરમ્યાન એક પાર્લર અને દવાખાનામાં કંઇ ન મળતાં તસ્કરો ખાલી હાથે પાછા વળ્યા હતા.તેની બાજુમાં આવેલ સિદ્ધેશ્વરી પાન પાર્લરની દુકાનમાં ઘુસી અંદાજીત 30 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ મામલે પાર્લર માલિક રોહિતભાઈ પટેલને વહેલી સવારે ચોરીની જાણ થતાં દુકાને દોડી આવ્યા હતા. દુકાનમાં તપાસ કરતાં સામાન અસ્ત-વ્યસ્ત હતો અને દુકાનમાંથી ગ્રાહકના રિપેરીંગ કરવા માટે આવેલા 3 મોબાઈલ, સિગરેટના પેકેટ અને પાન મસાલાના પેકેટ મળી અંદાજિત કુલ 30,000ના મુદામાલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.
8 દિવસ અગાઉ પણ કડીના કરજીસણ અને ડાંગરવામાં પણ તસ્કરો ત્રાટકયા હતા. જેમાં કરજીસણમાં ચોરોએ એક દુકાન તોડી હતી. જ્યારે ડાંગરવા ગામે દુકાનમાં ચોરી કરવા જતાં પાસેના મકાન માલિક જાગી જતાં બુમાબુમ કરતા તસ્કરો નાસી છુટ્યાં હતા.
Source – Divya Bhaskar