કલા મહાકુંભ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ નીલકંઠ સ્કૂલ અવ્વલ.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જિલ્લાકક્ષાએ કલામહાકુંભ અને બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રદેશ કક્ષાએ પસંદગી પામેલ છે. જેમાં કલામહાકુંભમાં એકપાત્રીય અભિનયમાં દૃષ્ટિ સુખડીયા પ્રથમ ખુલ્લા વિભાગમાં શિક્ષકશ્રી વાણીબેન મહેતા પ્રથમ, ચિત્રકલામાં શિક્ષકશ્રી નીલમબેન મકવાણા પ્રથમ તથા સમૂહગીત સ્પર્ધામાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગે પ્રથમ નંબર મેળવ્યો છે. ઉપરાંત બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ભજનમાં મિશ્રા સાન્વીશ્રી પ્રથમ (6 થી 10 વર્ષ) તથા વાઘેલા પ્રકૃતિબા પ્રથમ (15 થી 20 વર્ષ), લોકગીતમાં વાઘેલા દેવ્યાનીબા પ્રથમ અને લગનગીતમાં પટેલ હેતાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
ઉપરોક્ત તમામ સ્પર્ધકો પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે. શાળાના કલાસાધકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીશ્રી સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડો.મનિષભાઈ દેત્રોજાએ અભિનંદન પાઠવ્યા હતા.