ગાંધીનગર કલોલના પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુ પટેલનાં ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલી આપવાનો કારસો રચી દેવમ બ્રહ્મભટ્ટ અને ઋત્વિક વિજયભાઈ પારેખ દ્વારા ૧ કરોડ ૧૦ લાખમાં ડીલ નક્કી કરાઈ હતી. ચોથી ફેબ્રુઆરીના રોજ દેવમ દંપતીને લઈને અમદાવાદથી દિલ્હી પહોંચ્યો હતો. જ્યારે ઋત્વિક પારેખ અને વિષ્ણુ પટેલ એરપોર્ટથી કલોલ પરત ફર્યા હતા. એ રાત્રે ઋત્વિક પારેખ સાથે અન્ય ત્રણ શખ્શો પણ વિષ્ણુ પટેલના ઘરે ગયા હતા અને ૧૦ લાખની માંગણી કરીને રેયાન નામના ઈસમે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિષ્ણુ પટેલનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ત્રણ ઈસમો ભાગી ગયા અને ઋત્વિક પકડાઈ ગયો હતો. અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દેવમની પણ ધરપકડ કરી પૂછતાંછ કરતાં અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. અને એક શખ્સે ફાયરીંગ કર્યું હતું. આ કબૂતરબાજીની આખી ગેંગ દંપતીને ટ્રાન્ઝિસ્ટ વિઝાના આધારે અમેરિકા મોકલી ગમે તેમ કરીને ત્યાં થોડા દિવસ રોકાવાની ફરજ પાડીને અહીંથી વિષ્ણુ પટેલ પાસેથી ડીલ મુજબના રૂપિયા એઠવા માંગતી હતી.
જાેકે, ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ ગભરાઈ ગયેલો દેવમ દિલ્હીથી દંપતીને લઈને પરત આવી ગયો હતો અને આવતાની સાથે જ સુનીલ પટેલ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જે અમદાવાદ નો હોવાનું બહાર આવ્યું છે. અને મહિલા પીએસઆઈનો પતિ તેમજ તેના મામા પણ ઉચ્ચ હોદ્દા પર હોવાનું જાણવા મળ્યું છે. સુનીલ પટેલ પણ પોતાની પત્ની પીએસઆઇ હોવાનો કહીને પોતાનું નામ જાહેર નહીં કરવાની વિનંતી કરવાની સાથે અમદાવાદના એજન્ટ ગ્રુપમાંથી મયંક શર્મા સહિતના શખ્સોનાં પુરાવા આપવાની વાત કરે છે. આમ આ આખા પ્રકરણમાં મોટી ગેંગ સક્રિય હોવાની અને કબૂતર બાઝી નું મોટું નેટવર્ક ચાલતું હોવાનું બન્નેની વાતચીત પરથી નકારી શકાય એમ નથી. ‘આવી કોઈ ઓડીયા ક્લીપ ધ્યાને આવી નથી પરંતુ દેવમ અને મયંકની મુલાકાત સુનિલ પટેલ નામના વ્યક્તિએ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલની સ્થિતિએ ગુનોમાં કોઈ સંડોવણી સામે આવી નથી. જાેકે સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે.