કાંકરેજ તાલુકાના આકોલી વાઘેલા પાટી સ્કૂલમાંથી 17500 ની કિંમતના લેપટોપ ની ચોરી થયા હોવાના સમાચાર થી ગામમાં તર્ક વિતર્ક
શનિવારે સ્કૂલ બંધ થયા બાદ રવિવારે આચાર્ય સ્કૂલમાં કામ અર્થે આવતા સમગ્ર મામલો સામે આવ્યો. ……
આચાર્ય દ્વારા ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો સહિત ગામ લોકોને જાણ કરી. …..
જોકે ચોર દ્વારા સ્કુલનું તાળું ખોલી ને ચોરી કરી હોવાનું ફોટામાં દેખાય છે …..
ત્યારે હવે આખરે સત્ય હકીકત બહાર આવી નથી પરંતુ કદાચ સોમવારે આ બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ગ્રામ લોકો એ સામૂહિક નિર્ણય લીધો. …..
આચાર્ય દ્વારા તાત્કાલિક ધોરણે કાંકરેજ તાલુકા શિક્ષણ અઘિકારી ને જાણ કરી ને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી કાંકરેજ તાલુકાના આકોલી વાઘેલા પાટી પ્રાથમિક શાળા ની ઘટના
અહેવાલ… ગોપાલ પુજારા.. કાંકરેજ