કાલોલ તાલુકાનાં મનોરપુરી ગામમાં સ્મશાનઘર અને રસ્તા ની સુવિધાના અભાવથી લોકોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો

0
466

માનોરપરી ના ગ્રામજનોના આક્ષેપ છે ચૂંટણીઓ સમયે માત્ર વોટ લેવા માટે આવે છે અને ખોટા આશ્વાસન અને વચનો જ આપવામાં આવે ત્યાર પછી કોઈ સામુ પણ જોતું નથી :- સ્થાનિક

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના કરોલી પંચાયતમાં આવેલું મનોરપરી ગામ હજુ પણ પાયાની જરૂરિયાતો થી વંચિત છે મૃતદેહ ને સળગાવવા સ્મશાન યાત્રામાં ત્રણ કિલોમીટર સુધી કાદવ કીચડ માં ચાલીને જવું પડે છે

મનોરપરી ગામે સ્મશાનમાં જવા માટે રસ્તો જ નથી અને મૃતદેહ સળગાવવા સ્મશાન ઘર નથી અમારે હવે ખોટા વચનો અને આશ્વાસન નહીં કામ જોઈએ છે :- સ્થાનિક

કાલોલ તાલુકામાં આવેલું નાનકડું મનોરપુરી ગામ છે જ્યાં લોકો પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા છે તેથી ગામ લોકોમાં સરકાર અને સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઉભો થયો છે. કોઇના મરણની અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં સ્મશાન બનાવવામાં આવ્યું નથી નદીના કિનારા ઉપર ખુલ્લામાં સ્મશાન વિધી કરવી પડે છે શિયાળો,ઉનાળો કે ચોમાસાની ઋતુમાં ચાલું વરસાદમાં ખુલ્લામાં જ્યારે અગ્નિદાહ આપવાનો હોય ત્યારે ખુબ મોટી તકલીફ પડતી હોય છે.

ગામમાંથી સ્મશાન સુધી જવા માટેનો રસ્તો પણ ના હોવાને કારણે ગામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેથી ગામજનો સરકાર અને સ્થાનિક નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને ભારે આક્રોશ ઠાલવ્યો છે ગામ લોકો તરફથી આ બાબતે સ્મશાનની સુવિધાઓ માટે ટૂંકાં જ સમયમાં પંચમહાલ જિલ્લા કલેકટર રજુઆત કરીશું અને જો કોઈ પગલાં લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અજયસિંહ ચૌહાણ પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here