કાશ્મીર ના પહલગામ માં ITBP ની બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ છે
બસ માં 39 જવાનો સવાર હતા.
દરેક જવાન અમરનાથ યાત્રા માટે ફરજ પર હતા. ત્યાથી પરત આવી રહ્યા હતા
કાશ્મીરના પહલગામમાં 39 જવાનોને લઈને જતી બસ નદીમાં પડી ગઈ છે. આ ઘટના માં 10 થી વધારે જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થવા પામી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ફરજ પર તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબ્બટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.