કેજીએફ-2 નું ધમાકાદાર ટ્રેલર લોન્ચ થયું

0
267
કેજીએફ-૨નું ધમાકાદાર ટ્રેલર લોન્ચ થયું

સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘દ્ભય્હ્લ’ના બીજા ચેપ્ટરનું ટ્રેલર ‘દ્ભય્હ્લ ૨’ આજે રિલીઝ થઈ ચૂક્યું છે. યશના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની ખુબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ સાથે હવે દ્ભય્હ્લ ૨ નું ટ્રેલર સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર યશની ફિલ્મના ટ્રેલર પર ચાહકોની અઢળક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. અમે તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘દ્ભય્હ્લ’નો પહેલો ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મનું હિન્દી વર્ઝન ટ્રેલર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૨ એ બૉલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણકાળ સાબિત થશે. અત્યારે ભારતીય દર્શકોમાં અભિનેતા યશની આગામી ફિલ્મ ‘દ્ભય્હ્લ’નો ક્રેઝ બિલકુલ એવો જ છે જેવો સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ના બીજા ભાગનો હતો.

અમે તમને જણાવી દઈએ કે, અત્યારે ‘દ્ભય્હ્લ ઝ્રરટ્ઠॅંીિ ૨’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા પછી, ચાહકોની કમેન્ટ્‌સ પરથી તમે જાેઈ શકો છો કે ફરી એકવાર તેઓ યશને સ્ક્રીન પર જાેવા માટે ખુબ જ આતુરતા જાેવા મળી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મ સાથે જાેડાયેલા તમામ કલાકારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનો હીરો યશ ફિલ્મના ટ્રેલરની લગભગ ૧ મિનિટ ૧૯ સેકન્ડ પછી દેખાય છે. ત્યારે સ્ક્રીન પર લખેલું છે ‘રોકિંગ સ્ટાર યશ’. તેની પાછલી ફિલ્મની જેમ, યશ આ ફિલ્મમાં પણ કેટલાક શ્રેષ્ઠ સંવાદો બોલતો જાેવા મળે છે. આ ફિલ્મમાં ફહ્લઠ વર્ક પણ ઘણું સારું લાગી રહ્યું છે. યશની ફિલ્મ ‘દ્ભય્હ્લ ચેપ્ટર ૨’ આગામી તા. ૧૪/૦૪/૨૦૨૨ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તેવું ટ્રેલરના અંતે સ્ક્રીન પર લખેલું છે. આ ટ્રેલર એક્સેલ એન્ટરટેઈનમેન્ટની યુટ્યુબ ચેનલ ઉપરાંત, તમે તેને હોમબેલ પ્રોડક્શન્સની યુટ્યુબ ચેનલ પર પણ જાેઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે, ફરહાન અખ્તરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મના ટ્રેલરનું પોસ્ટર પણ શેર કર્યું છે.

નિર્માતાઓએ આ ફિલ્મને લઈને મહત્વનો ર્નિણય લીધો છે કે તેઓ આ ફિલ્મને દરેક જગ્યાએ જાેરશોરથી પ્રમોટ કરશે. રવિવારના રોજ બેંગલુરુમાં આ ફિલ્મના ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે યશ, સંજય દત્ત, રવિના ટંડન પણ હાજર રહયા હતા. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ કરણ જાેહરે હોસ્ટ કરી હતી. કન્નડ ભાષામાં શૂટ થયેલી આ ફિલ્મ વધુ ચાર ભાષાઓ – તેલુગુ, તમિલ, હિન્દી અને મલયાલમમાં પણ રિલીઝ થશે. અભિનેતા યશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા યશની સાથે બૉલીવુડમાં ‘બાબા’ તરીકે પ્રખ્યાત સંજય દત્ત પણ આ ફિલ્મમાં જાેવા મળશે. આ ઉપરાંત, બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટેન્ડન અને શ્રીનિધિ શેટ્ટી પણ આ ફિલ્મમાં પોતાના અભિનયનો જલવો પાથરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here