કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો

    0
    219
    sp singh baghel

    એસપીસિંહ બઘેલ કરહલથી લડી રહ્યા છે ચૂંટણી

    ઉત્તર પ્રદેશની કરહલ વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. કાફલા પર હુમલાની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા જ હુમલાખોર ભાગી ગયા હતા. મૈનપુરી પોલીસે આ અંગે ટ્‌વીટ કર્યું કે ‘કેન્દ્રીય મંત્રી એસપી બઘેલના કાફલા પર અટ્ટીકુલ્લાપુર ગામ પાસે પથ્થરો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને મંત્રી હાલ ઠીક છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર એસપી સિંહ બઘેલ મંગળવારે સાંજે આ વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો.

    ભાજપના ઉમેદવારો પાર્ટીના નેતાઓ સાથે કરહલ પોલીસ સ્ટેશન વિસ્તારના અટીકુલ્લાપુર ગામમાં જઈ રહ્યા હતા. ગામની બહાર પહેલાથી જ હાજર કેટલાક લોકોએ તેના કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે કાફલાની એક કારને નુકસાન થયુ હતુ. જાે કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં પથ્થરબાજાે ત્યાંથી ભાગી ગયા હતા. છજીઁ મધુવન કુમાર સિંહે કહ્યુ કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલ સાથે અભદ્ર અને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા સપા સમર્થકોએ નાગલા કુરિયન ગામ પાસે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીનો ઝંડો લહેરાવતી વખતે યુવાનોએ પાર્ટી અને અખિલેશ યાદવના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ ઘટના પહેલા પણ મીઠાપુર નજીક કુમહેરી ગામમાં જાહેર સભા દરમિયાન સપા સમર્થકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here