કેશોદના સોનલધામ મઢડા મંદિરના બનુઆઇ દેવલોક પામ્યા

0
140
  • બનુઆઇ દેવલોક પામ્યાના સમાચારથી સૌરાષ્ટ્ર જ નહીં વિશ્વભરમાં વસતા ચારણ સમાજમાં શોક
  • બનુઆઇ સોનલ માતાજીના બહેન હતા
  • છેલ્લા ઘણા સમયથી બનુઆઇ બીમાર હતા

કેશોદ નજીક આવેલા સોનલધામ મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઇ માતાજીએ 93 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. બનુઆઇના પાર્થિવદેહને આવતીકાલે સમાધી આપવામાં આવશે. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બીમાર હતા.

બનુઆઇના પાર્થિવદેહને આવતીકાલે સમાધી આપવામાં આવશે

બનુઆઇના પાર્થિવદેહને આવતીકાલે સમાધી આપવામાં આવશે

વર્ષોથી માંની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં વિશ્વમાં પૂજાતા પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે. બનું આઇની ઓચિંતી વિદાયથી આસ્થા ધરાવતા દેશ-વિદેશ સહિત રાજ્યભરમાં રહેતા હજારો ભક્તો અને સરવકોમાં શોક વ્યાપી ગયો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરએ આવી રહ્યાનું જાણવા મળ્યું છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે.

પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો

પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. જેનું દુઃખ ચારણ સમાજને છે. બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા

સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા

નોંધનીય છેકે, કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ આ ધામ ભક્તોથી ધમધમતુ રહે છે

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here