સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટું નુકસાન,
ઈંદ્રનીલ રાજ્યગુરૂ જોડાયા આપ માં..
ઈંદ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા, કોમલબેન બારાઈ જોડાયા આપ માં
અગામી વિધાનસભા ચુંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો
છેલ્લા કેટલાય સમયથી જે અટકળો અને સંતાકુકડી ચાલી રહી હતી એનો આજે અંત આવ્યો છે. રાજકોટથી કોંગ્રેસના એક મોટા નેતા જે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા તેઓને મનાવી લેવાના દાવાઓ પણ કરાય રહ્યા હતા પરંતુ સમગ્ર દાવાઓનો આજે અંત આવતા રાજકોટથી કોંગ્રેસના મોટા નેતા ગણાતા એવા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે..
રાજ્યગુરૂની સાથે વશરામ સાગઠીયાએ પણ આપનું ઝાડૂં પકડી લીધું છે.
સૌરાષ્ટ્રમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એક મોટા નેતા ગણાય છે અને કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ પણ ચાલી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દાવાઓ કરી રહ્યા હતા કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ છોડીને નહી જાય પણ આજે એ સમગ્ર દાવાઓ પોકળ સાબિત થયા હતા અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
આગામી વિધાનસભા ચુંટણી પહેલા રાજ્યગુરૂએ પાર્ટી છોડતા આવનારા દિવસોમાં કોંગ્રેસની હાલત વધારે કફોડી બને એવી શક્યતાઓ રહેલી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતને એક મોટા નેતા બનતા રાજકોટમાં પોતાની સ્થિતી મજબુત કરી છે..
હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં હજું કેટલા પક્ષ પલટા થાય છે અને જનતા પક્ષ પલટો કરતા નેતાઓને કેટલું સમર્થન આપે છે એ આવનારી ચુંટણીમાં જ ખબર પડી શકે છે..
picture source : Arvind kejariwal twitter account
અહેવાલ:- રોનિત બારોટ ગાંધીનગર